રાજકોટ: પાકના વીમાને લઈને ખેડૂતોની મહારેલી

11 April, 2019 05:12 PM IST  | 

રાજકોટ: પાકના વીમાને લઈને ખેડૂતોની મહારેલી

ફોટો: બિપિન ટંકારિયા

રાજકોટમાં કિસાન સંઘ દ્વારા મહારેલીનું આયોજન કર્યું હતું. કિસાન સંઘ દ્વારા પાકના વીમાના પ્રશ્નોને લઈને મહારેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જો કે ખેડૂતોને આ રેલી માટે પરવાનગી મળી ન હતી. સુરક્ષાના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસને પરવાનગી ન હોવા છતા કિસાન સંઘે આ રેલી યોજી હતી જેના કારણે 15 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી

રેલીનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાનથી રિંગ રોડની ફરતે યોજાઈ હતી. આ રેલીમાં પડઘરી, ધોરાજી, ઉપલેટા સહીત ઘણા તાલુકાઓના 300થી 400 જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી. કિસાન સંઘ દ્વારા આ રેલી માટે કોઈ પણ પરમિશન લેવામાં આવી હતી નહી જેના કારણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

 

આ પણ વાંચો: વીડિયો: આ ઉમેદવારે તોડ્યુ EVM મશીન, પોલીસે કરી ધરપકડ

 

પાક વીમાની માગ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, 9 મહિના થઈ ગયા હોવા છતા કપાસના પાકના વીમાની રકમ હજુ સુધી તેમને મળી નથી જેના કારણે તેમની હાલત કફોડી બની છે. જો તેમની માગ નહી સ્વીકારવામાં આવે તો તે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગ કરશે. આ રેલી દરમિયાન 15 જેટલા ખેડૂતોની અટકાયત કરાઈ હતી જેમા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત અન્ય ખેડૂતોની ધરપકડ કરાઈ હતી.

rajkot