ગુજરાતમાં છે ભરશિયાળે માવઠું પડવાની સંભાવના

30 December, 2011 05:19 AM IST  | 

ગુજરાતમાં છે ભરશિયાળે માવઠું પડવાની સંભાવના

 

ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘સાઇક્લોનની સીધી અસર તામિલનાડુમાં દેખાય એવી શક્યતા છે, પણ એની આડઅસર ગુજરાતના દરિયાકાંઠે પણ દેખાશે. આ સાઇક્લોનને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું નીચું ઊતરશે, પણ શનિવારથી ઠંડીમાં ફરીથી વધારો થશે.’

ગુજરાતનું સૌથી ઠંડું શહેર ગઈ કાલે નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન ૮.૭ ડિગ્રી રહ્યું હતું; જ્યારે જૂનાગઢમાં ૯, ભુજમાં ૧૦.૧, માંડવીમાં ૧૦.૭, રાજકોટમાં ૧૧.૪, કંડલામાં ૧૧.૭, ઊનામાં ૧૨, ભાવનગરમાં ૧૨.૭ અને પોરબંદરમાં ૧૩.૬ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું. અન્યત્ર પ્રમાણમાં ઠંડીમાં રાહત હતી.

અરબી સમુદ્ર પર છવાયેલા સુપર સાઇક્લોનને કારણે ગઈ કાલે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધીને છેક ૮૨ ટકા જેટલું થઈ ગયું હતું, જે બુધવારે માત્ર ૩૮ ટકા હતું.