સાઇક્લોનની અસર : ગુજરાતમાં ઠંડીની અસર વચ્ચે કમોસમી વરસાદ

03 November, 2012 07:49 AM IST  | 

સાઇક્લોનની અસર : ગુજરાતમાં ઠંડીની અસર વચ્ચે કમોસમી વરસાદ

આ વરસાદને કારણે ગુજરાતમાં ઠંડીની અસર પણ તીવ્ર બની ગઈ હતી અને ગઈ કાલે ગુજરાતના લઘુતમ તાપમાનમાં અડધાથી દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘સાઇક્લોનની અસર ઓછી થઈ છે, પણ સાવ નીકળી ગઈ નથી એટલે શક્ય છે કે હજી છત્રીસ કલાક દરમ્યાન વરસાદ પડી શકે છે. પવનની દિશા પણ ઉત્તરની હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ છે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર કચ્છનું લખપત રહ્યું હતું. લખપતમાં મિનિમમ ટેમ્પરેચર ૧૨.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયામાં ૧૪.૪, ડીસામાં ૧૫.૮, અમરેલીમાં ૧૬.૪, વલસાડમાં ૧૬.૬, અમદાવાદમાં ૧૬.૯, પોરબંદર અને વલ્લભવિદ્યાનગરમાં ૧૭.૮, રાજકોટમાં ૧૯, વડોદરામાં ૧૯.૨, સુરતમાં ૧૯.૪ અને ભુજમાં ૨૦ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.