મુંબઈ-ગુજરાતમાં જળપ્રલય, 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

03 August, 2019 01:20 PM IST  |  અમદાવાદ

મુંબઈ-ગુજરાતમાં જળપ્રલય, 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશભરમાં વરસાદે તારાજી સર્જી છે. આકાશી આફત લોકોન જીવ લઈ રહી છે. જો કે આગામી કેટલાક દિવસો હજી વરસાદથી રાહત મળે તેવી શક્યતા નથી. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, સાથે જ સતર્ક રહેવા એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના 15 રાજ્યોમાં વરસાદને કારણે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં મુંબઈ, ગુજરાત, ઓડિશા, મધ્યપ્રદેશ ગોવા સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરા ખંડ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશના ઉત્તર વિસ્તારમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં હાઈએલર્ટ

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ પડ્યો છે. વડોદરામાં પૂરની સ્થિતિ છે, તો છેલ્લા કેટલાક કલાકોથી મેઘરાજા સુરતને પણ જળબંબાકાર કરી રહ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ હજીય ગુજરાત માટે ભારે છે. આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વડોદરામાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે વડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત છે. તો રેલ વ્યવહાર અને હવાઈ વ્યવહારને અસર પડી છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ Mumbai Rain:મૂશળધાર વરસાદથી ઠેકઠેકાણે ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ ફોટોઝ

મુંબઈમાં વરસાદનો હાહકાર

બીજી તરફ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પાછલા 24 કલાકમાં જબરજસ્ત વરસાદ ખાબક્યો છે. મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂકયા છે. હવામાન વિભાગે મુંબઈ થાણે સહિતના વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Gujarat Rains mumbai rains mumbai monsoon