ચોકીદાર ચોર છેઃ લાલડુંગરીમાં રાહુલ ગાંધી

14 February, 2019 04:16 PM IST  |  લાલડુંગરી, વલસાડ

ચોકીદાર ચોર છેઃ લાલડુંગરીમાં રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની જનાક્રોશ સભા

રાહુલ ગાંધીની ધરમપુરની સભામાં પણ રાફેલનો મુદ્દો છવાયેલો રહ્યો. લાલડુંગરીમાં સભાની શરૂઆતમાં જ ચોકીદાર ચોર હૈના નારા લાગ્યા. રાહુલ ગાંધીએ તેનું ગુજરાતી કરીને પણ કહ્યું. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચોકીદાર ચોર છેના નારા પણ લગાવ્યા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ મારી આંખમાં આંખ મેળવીને વાત પણ નથી કરી શકતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડના ધરમપુરના લાલ ડુંગરી પહોંચ્યા છે. જ્યાં તેમની સાથે મંચ પર ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના લોકો હાજર છે. રાહુલ ગાંધીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

સભા સ્થળ પર મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો(તસવીર સૌજન્યઃદીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી)

સભામાં સ્થાનિકો રાહુલ અને પ્રિયંકા ગાંધીના માસ્ક પહેરેલા પણ જોવા મળ્યા. આદિવાસી સમાજ તરફથી ફાળિયું બાંધીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું.

રાહુલ ગાંધીના માસ્ક પહેરેલા કાર્યકરો

rahul gandhi Gujarat Congress Loksabha 2019 Amit Chavda Paresh Dhanani Alpesh Thakor