Radio City: ભૂખ્યાનાં પેટ ઠર્યા એક ફોન કૉલને કારણે, જુઓ વીડિયો

18 April, 2020 01:37 PM IST  |  Vadodara | Gujarati Mid-Day Online Correspondent

Radio City: ભૂખ્યાનાં પેટ ઠર્યા એક ફોન કૉલને કારણે, જુઓ વીડિયો

RJ જિયાએ બની કડી

કોરોનાવાયરસને કારણે બધાં લોકોની સ્થિતિ કફોડી બની રહી છે ખાસ કરીને સમાજના એ સ્તરનાં લોકો જેમને માટે બે ટંકનો રોટલો પણ સામાન્ય દિવસોમાં મુશ્કેલ હોય છે.તેમને માટે આ સંજોગો વધારે કપરાં છે.બે દિવસ પહેલાની વાત છે રેડિયો સિટી ના વડોદરા નંબર પર આવી જ એક વ્યથિત વ્યક્તિ નો ફોન આવ્યો.બિહારથી કામની શોધમાં ગુજરાત આવી ગયેલી વ્યક્તિએ  પોતાની વ્યથા રેડિયો સિટી ને જણાવી.મજૂર તરીકે કામ કરનારા આ માણસ  અને તેના સાથીઓએ છેલ્લા છ દિવસથી ખોરાક ખાધો તો ઠીક જોયો પણ નહોતો. તેમને ખબર નહોતી કે મદદ માટે ક્યાં જવું કોની સામે હાથ લંબાવવો પણ ભૂખ તેમને અંદરથી તોડી રહી હતી. પેટમાં અન્ન ગયું ન હોય ત્યારે સંગીત એક રાહત આપનારી બાબત બની રહે છે અને એટલે જ કદાચ જ્યારે આ ભૂખ્યા ડાંસ મજૂરોનું જૂથ રોડિયો સિટી સાંભળી રહ્યું હતું ત્યારે તેમણે રેડિયો સિટીનો નંબર સાંભળો અને નક્કી કર્યું કે આ નંબર પર ફોન કરવો.

તેમને મદદની આશા હતી અને રેડિયો સિટીને આ અંગે જાણ થતાં તરત જ સિટીના આજે જીયાએ તાત્કાલિક વડોદરા શહેરના કલેકટર સાથે વાત કરી.ગણતરીના કલાકોમાં માઇગ્રન્ટ કામદારોને આગામી ૧૧ દિવસનું ખાવાનું તથા પહોંચાડવામાં આવ્યા.જેવું તેમની નજરે ભાડું ચડ્યું સૌથી પહેલા તે બિહારી મજૂરે તરત જ ફોન કર્યો તેના અવાજમાં દર્દ હતું તેણે કહ્યું કે રેડિયો સીટીએ તેમને માટે દેવદૂતની જેમ કામ કર્યું છે.તે પોતાના આંસુ ખાળી ન શક્યા.કપરા આ સંજોગોમાં રેડિયો સિટી તેમની વહારે આવ્યું હતું.રેડિયોની આ જ ક્ષમતા અને શક્તિની વાત અમે અવારનવાર કરતા રહીએ છીએ રેડિયોથી જિંદગી બદલાઈ શકે છે, તેનાથી જિંદગી બહેતર બની શકે છે.

coronavirus covid19 vadodara radio city