હાથ નથી મિલાવવો, મળવું હોય તો ગળે મળો : પુરુષોત્તમ સોલંકી

27 December, 2012 06:30 AM IST  | 

હાથ નથી મિલાવવો, મળવું હોય તો ગળે મળો : પુરુષોત્તમ સોલંકી



ગઈ કાલે શપથવિધિ સમયે ભાવનગર (ગ્રામ્ય)ના વિધાનસભ્ય અને ભૂતકાળમાં અંધેરી (ઈસ્ટ)ના કૉર્પોરેટર રહી ચૂકેલા પુરુષોત્તમ સોલંકીએ કર્યું, જેને કારણે બીજેપીના રાષ્ટ્રીય નેતાથી માંડીને રાજ્ય સ્તરના નેતાઓ પણ હેબતાઈ ગયા હતા. બન્યું એવું હતું કે ગઈ કાલે શપથવિધિ પૂરી થયા પછી મુખ્ય પ્રધાન પોતાના બધા પ્રધાનોને અભિનંદન આપવા માટે નીકળ્યાં. સ્વભાવ મુજબ નરેન્દ્ર મોદી બધાની સાથે હાથ મિલાવતા હતા, પણ જેવા તે પુરુષોત્તમ સોલંકી પાસે પહોંચ્યા કે સોલંકીએ ડિમાન્ડ કરી કે ‘હાથ નથી મિલાવો, મળવું હોય તો ગળે મળો...’

નરેન્દ્ર મોદીએ દબાયેલા અવાજે કંઈક જવાબ આપ્યો એટલે સોલંકીએ મોટેથી કહ્યું કે ‘ઈ બધું પછી, પે’લા આમ આવો, ભેટો...’

આટલું બોલીને પુરુષોત્તમ સોલંકી સીધા નરેન્દ્ર મોદીને ભેટ્યાં એટલે નાછૂટકે નરેન્દ્ર મોદીએ પણ આ ઔપચારિક્તા પૂરી કરી. વાત અહીંથી પૂરી નહોતી થઈ.