કચ્છી નવા વર્ષની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાં આપી શુભેચ્છા

23 June, 2020 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કચ્છી નવા વર્ષની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાં આપી શુભેચ્છા

ફાઈલ તસવીર

અષાઢી બીજનો દિવસ બે રીતે જાણીતો છે. એક જગન્નાથપુરીની રથયાત્રા અને બીજું કચ્છી નવું વર્ષ. કચ્છીઓને નવા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાં ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.

વડાપ્રધાને ટ્વીટમાં કચ્છની ભવ્ય અને અનમોલ સંસ્કૃતિ અને વારસાની વાત કરી છે. વડાપ્રધાને ટ્વીટમાં શુભેચ્છા આપતા લખ્યું છે કે, 'કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ, જીતે હિકડો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ, કચ્છજે ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસેકે સાચવીંધલ કચ્છજી ખડ઼તલ અને ખમીરવંતી પ્રજા, ડેશ અને પરડેશમેં વસધલ સવાયા કચ્છી ભા, ભેણેકે અજ આષાઢી બીજ અને કચ્છી નયેં વરેંજે પાવન અવસર તેં લખ લખ વધાઇયું. અચીંધલ નઉં વરેં ભરકત વારો નિવડે, સચરાચરો મીં વસે, કચ્છી ભા, ભેણ સદાય ખુશ રેં અને બિનીન જો આરોગ્ય ખાસો રે એડી કચ્છ જી કુળદેવી માં આશાપુરા વટે અરધાસ.'

કચ્છીમાં કરેલા ટ્વીટમાં માનનીય વડાપ્રધાને નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે કચ્છની ખમીરવંતી પ્રજાના વખાણ કરતા લહ્યું હતું કે, 'આવનાર નવું વર્ષ બરકત વાળું નીવડે. સચરાચરમાં વરસાદ આવે, કચ્છી ભાઇ, બહેનો સદા ખુશ રહે અને બધાંનું આરોગ્ય સારું રહે, એવી કચ્છની કુળદેવી માઁ આશાપુરા પાસે અરદાસ.'

kutch saurashtra gujarat narendra modi