આ શું ગીરના સિંહે કોની રિક્વેસ્ટ માની અને માર્ગ કર્યો મોકળો, જુઓ વીડિયો

07 October, 2020 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આ શું ગીરના સિંહે કોની રિક્વેસ્ટ માની અને માર્ગ કર્યો મોકળો, જુઓ વીડિયો

ફાઇલ ફોટો

ઘણીવાર સોશિયલ મીડિયા (Social Media) પર એવા વીડિયોઝ જોવા મળે છે કે તે એકવાર જોઇને મન ભરાતું નથી. આવું મોટાભાગે નાના બાળકો અને પ્રાણીઓના વીડિયો સાથે થતું હોય છે. મોટાભાગે તેમની આ ક્યૂટ હરકતો કેમેરામાં કેદ થઈને હૈયે વસી જતી હોય છે. એવી જ કેટલીક ક્ષણો અહીં કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે આ વાયરલ વીડિયો (Viral Video)માં તે જોઇ શકાય છે.

વિશ્વ વન્યજીવ સપ્તાહ હજી ચાલી રહ્યું છે અને એવામાં ગીર નેશનલ પાર્ક (Gir National Park)માંથી એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગીરના ગાર્ડ મહેશ સોંદરવા પોતાની ડ્યૂટિ પૂરી કરીને ઘરે જતા દેખાઇ રહ્યા છે. ત્યારે તે જુઓ છે કે જંગલનો એક સિંહ તેનો રસ્તો રોકીને બેઠો છે. દિવસ આખો સિંહ સાથે રહેવાથી ટેવાયેલા મહેશ જંગલના રાજાથી ડરવાને બદલે તેને ગુજરાતીમાં જ રિક્વેસ્ટ કરે છે. તે સિંહને પોતાની સ્થાનિક ભાષામાં સમજાવે છે કે આખો દિવસ તેની સેવામાં લાગેલા હતા અને હવે ઘરે જવા માગે છે.

વનરાજ સમજ્યા તેની વાત
તમને એ જાણીને અને વીડિયોમાં જોઇને અચરજ થશે કે સિંહ તેમની વાત સાંભળી અને સમજીને રસ્તા પરથી ખસી ગયો અને રસ્તા પરથી હટીને તેમના ઘરે જવાની જગ્યા બનાવી આપી. મહેશે આ વીડિયો રેકૉર્ડ કરીને વન્ય સેવામાં અધિકારી ડૉ. અંશુમાન સાથે શૅર કર્યો હતો. તેમણે આ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો, જેના પછી હવે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. લોકો ગાર્ડ અને સિંહની વાતચીત અને સમજદારીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

પ્રકાશ જાવડેકરે પણ શૅર કર્યો વીડિયો
કેન્દ્ર સરકારે પર્યાવરણ, વન તેમજ જળવાયું પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સિંહનો આ વીડિયો ખાસ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો છે.

prakash javadekar gujarat national news