ગુસ્સે ભરાયેલા ડીસાના ખેડૂતોએ પોતાના હાથે કાઢ્યો બટાટાના માલનો કચ્ચરઘાણ

22 December, 2011 08:11 AM IST  | 

ગુસ્સે ભરાયેલા ડીસાના ખેડૂતોએ પોતાના હાથે કાઢ્યો બટાટાના માલનો કચ્ચરઘાણ

 

આ અનુભવને કારણે જ ગુસ્સે ભરાયેલા ખેડૂતો અને વેપારીઓ છેલ્લા બે દિવસ બટાટા-મહારૅલી કાઢીને એ રૅલીમાં બટાટાનો નાશ કરી રહ્યા છે. ડીસા શહેરમાં નીકળેલી ત્રણ કિલોમીટર લાંબી આ બટાટા-મહારૅલીમાં મંગળવારે ૩૫,૦૦૦ કટ્ટા (એક કટ્ટામાં ૫૦ કિલો)નો નાશ કરવામાં આવ્યો હતો તો ગઈ કાલે ખેડૂતોએ બીજા ૫૦,૦૦૦ કટ્ટા બટાટાનો નાશ કર્યો હતો. ખેડૂતો અને વેપારીની આ મહારૅલીમાં ૩૦૦થી વધુ ટ્રૅક્ટર જોડાયાં હતાં. આ બધાં ટ્રૅક્ટરોમાં બટાટા ભરવામાં આવ્યા હતા. ડીસાના કિસાન સંઘના મહામંત્રી મણિભાઈ પટેલે કહ્યું હતું કે ‘સરકારને ખેડૂતોએ ભાવબાંધણા માટે વાત કરી, સરકારે ચાર પ્રધાનોની કમિટી બનાવી; પણ આ પ્રધાનો સદ્ભાવના ઉપવાસ કરવા જાય છે પરંતુ તેમની પાસે ડીસામાં આવવાનો સમય નથી.’

શહેરમાંથી નીકળેલી બટાટા-મહારૅલીમાં ડીસાના ખેડૂતો અને વેપારીઓએ નિર્ણય કર્યો છે કે જો એક અઠવાડિયામાં સરકારનું કૃિષમંત્રાલય ભાવબાંધણાની બાબતમાં કોઈ નિર્ણય નહીં લે તો હવે ખેડૂતો પોતાનો માલ ગુજરાત સરકારના પ્રધાનોના બંગલામાં મૂકવા ગાંધીનગર જશે.