રાજકોટ : સરકારી કર્મચારીઓ માટે આજે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઇ

12 April, 2019 12:47 PM IST  |  રાજકોટ

રાજકોટ : સરકારી કર્મચારીઓ માટે આજે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઇ

પોસ્ટલ બેલેટથી મતદાન કરતા સરકારી કર્મચારીઓ (PC : Bipin Tankaria)

લોકસભા ચુંટણીના પહેલા તબક્કાના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. દેશમાં લોકો મોટી સંખ્યામાં જાગૃત થઇને મતદાન કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતભરમાં સરકારી કર્મચારીઓ માટે કે જે લોકસભા ચુંટણી દરમ્યાન ફરજ બજાવશે તે લોકો માટે આજે પોસ્ટલ બેલેટ વોટીંગની શરૂઆત થઇ છે.



શહેરમાં 1400માંથી 262 સરકારી કર્મીઓએ મતદાન કર્યું
લોકસભાની ચૂંટણી 2019 દરમ્યાન ગુજરાતમાં થનાર 23 એપ્રિલના રોજ વોટીંગના દિવસે ફરજ બજાવનારા પોલીસકર્મીઓ અને અન્ય સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું. રાજકોટ શહેરમાં આવેલી વિરાણી સ્કૂલમાં સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે. મળી રહેલ માહિતી પ્રમાણે 262 કર્મચારીઓએ પોતાનો કિંમત મત આપી મતદાન કર્યું છે. સવારે 10.30 વાગ્યાથી તાલીમની સાથે ચૂંટણી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. રાજકોટ લોકસભમાં કુલ 11 હજાર કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. વિધાનસભા 69ના 1400 કર્મચારી પૈકી 657 જેટલા કર્મચારીઓની તાલીમ યોજવામાં આવ્યા છે. જેમાથી 262 સરકારી કર્મચારીઓએ આજે પોતાના મતનો અધિકાર અદા કરી મતદાન કર્યું હતું અને પોતાની નૈતીક ફરજ બજાવી હતી.

rajkot Election 2019