વડાપ્રધાનના માતાએ ટીવી પર લાઈવ રામલલ્લાના દર્શન કર્યા

05 August, 2020 07:33 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાનના માતાએ ટીવી પર લાઈવ રામલલ્લાના દર્શન કર્યા

વડાપ્રધાનના માતા હીરાબાએ આખો કાર્યક્રમ હાથ જોડીને નીહાળ્યો હતો

આજનો દિવસ ઈતિહાસના પાને સુર્વણ અક્ષરે લખાઈ ગયો છે. કારણકે અયોધ્યામાં આજે નવો ઈતિહાસ રચાયો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. અયોધ્યા ખાતે યોજાયેલ રામમંદિર ભૂમિપૂજન અને શિલાન્યાસના કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ લાઈવ નિહાળ્યો હતો. એટલું જ નહીં તેમણે હાથ જોડીને પ્રાર્થના પણ કરી હતી.

રામમંદિરના ભૂમિપૂજનને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. જ્યારે રામમંદિરમાં વડા પ્રધાન શિલાન્યાસ, દર્શન, પૂજા કરી રહ્યા હતા ત્યારે આ શિલાન્યાસ વિધિની દરેક ક્ષણના સાક્ષી આખા દેશની સાથે પ્રધાનમંત્રીના માતા હિરાબા પણ બન્યાં હતાં. હિરાબાએ ટીવી પર રામ જન્મભૂમિની શિલાન્યાસ વિધિ નિહાળી હતી. આ દરમિયાન હિરાબા ભાવૂક થયા હતા. હિરાબા આ ક્ષણોને બે હાથ જોડીને જોતા રહ્યા હતા.

ભૂમિપૂજનન બાદ વડાપ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે, અયોધ્યામાં બનાવવામાં આવનાર રામ મંદિર ભારતીય સંસ્કૃતિની ઝલક આપશે, અનંતકાળ માટે માનવતાને પ્રેરણારૂપ કરશે. દરેકના રામ, બધામાં રામ અને જય સિયા રામ. ભગવાન રામના પગ દેશમાં જ્યાં પણ પડેલા છે ત્યાં રામ સર્કિટ બનાવવામાં આવી રહી છે.

ayodhya gandhinagar narendra modi