PM કરશે 200 મહેમાનો સાથે ગાલા ડિનર, ડિશની કિમત માત્ર 15,000 રુપિયા !

18 January, 2019 05:49 PM IST  | 

PM કરશે 200 મહેમાનો સાથે ગાલા ડિનર, ડિશની કિમત માત્ર 15,000 રુપિયા !

૨૦૦ મહેમાનો સાથે ખાસ ગાલા ડિનરનું આયોજન

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની રંગેચંગે યોજાઈ રહ્યો છે. આ સમિટમાં ઉઝબેકિસ્તાન,માલ્ટા,રવાન્ડા,ડેન્માર્ક અને ઈથોપિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ભાગ લીધો.તો આફ્રિકા સહિતના અન્ય ૮થી ૧૦ દેશના મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓ આવ્યા છે. વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦ મહેમાનો સાથે ખાસ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિરના ટેરેસ પર સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. આ ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે.

ડિનરની વિશેષતાની વાત કરીએ તો પરંપરાગત સંગીત,રાવણહથ્થો અને રાજસ્થાની નૃત્યના કલાકારો દેશી અને વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે. ડિનરમાં જે ભોજન પીરસવામાં આવનાર છે તે એક ડિશની કિંમત માત્ર ૧૫ હજાર રુપિયા છે.આ ડિનરમાં ૬૦ જેટલી વાનગીઓ ગુજરાતી હશે. જ્યારે ૨૦ ટકા દેશના અલગ-અલગ રાજ્યોની અને ૧૫ ટકા કોન્ટીનેન્ટલ હશે. મહેમાનોને પરંપરાગત થાળી ઉપરાંત વિવિધ સલાડ,સૂપ અને ડેઝર્ટ પીરસવામાં આવશે. ભોજનની ગુણવત્તા અને હાઈજીન પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવ્યો છે, જેને લઈને ગાલા ડિનર માટે પીએમઓ તરફથી ૧ મહિના પહેલાં જ મેનુ આપી દેવામાં આવ્યું હતુ.