દિલીપ સાબવાએ લગાવેલા PAASએ ફગાવ્યા, કહ્યું સમાજ હાર્દિકની સાથે

21 April, 2019 04:59 PM IST  |  અમદાવાદ

દિલીપ સાબવાએ લગાવેલા PAASએ ફગાવ્યા, કહ્યું સમાજ હાર્દિકની સાથે

દિલીપ સાબવાના આરોપો બાદ પાસની પત્રકાર પરિષદ

પાટીદાર અનામત આંદોલન સમિતિનો આંતરિક વિખવાદ વધુ એક વાર સામે આવ્યો છે. પાસના કન્વીનર દિલીપ સાબવાએ પત્રકાર પરિષદ કરીને સમાજની માફી માંગી હતી. સાબવાએ કહ્યું હતું કે આંદોલનથી સમાજને ગેરમાર્ગે દોરવા બદલ સમાજ મને માફ કરે. સાથે તેણે એવા પણ આરોપો લગાવ્યા હતો કે હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાએ પાટીદાર યુવાનોને શરાબ અને શબાબના નશામાં ડૂબાડી દીધા છે. દિલીપ સાબવાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સોનિયા ગાંધીએ એવું કહ્યું હતું કે, પાટીદારોને માંગણી સ્વીકારવાની ન હોય, પાટીદારો ભાજપને જ મત આપે છે.

આ પણ વાંચોઃ Video : અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં થઇ છુટ્ટા હાથની મારામારી

દિલીપ સાબવાના આરોપો પર પાટીદાર અનામત આંદોલન સમિતિએ પ્રતિક્રિયા આપી. પાસ કન્વીર હેમાંગ પટેલે કહ્યું કે આ બધું પૂર્વ આયોજિત છે. સમાજ હાર્દિકની સાથે અને ભાજપના વિરોધમાં છે. હેમાંગ પટેલે એવા પણ સવાલો કર્યા કે, જો ખરેખર આવું જ હતું તો ચૂંટણીના એક દિવસ પહેલા જ કેમ યાદ આવ્યુ? હેમાંગ પટેલે કહ્યું કે વિધાનસભાચૂંટણી પહેલા દિનેશ બાંભણિયા અને હવે દિલીપ સાબવા આવ્યા છે. આ બધુ પૂર્વ આયોજિત છે. સમાજ હાર્દિકની સાથે છે.

patidar anamat andolan samiti hardik patel