ગુજરાતમાં પાટીદાર ક્વૉટા હવે નથી મુદ્દોઃ ભાજપ

17 April, 2019 03:59 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં પાટીદાર ક્વૉટા હવે નથી મુદ્દોઃ ભાજપ

ગુજરાતમાં પાટીદાર ફેક્ટર નહીં કરે અસરઃ ભાજપ

ગુજરાતમાં પાટીદાર અનામતનો મુદ્દો હવે રહ્યો જ નથી. પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી લોકસભા ચૂંટણી 2019માં પાટીદાર સમાજ મતદાન કરશે. ત્યાં જ, રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અનેક પાટીદારો ખેતી સાથે જોડાયેલા છે. ત્યારે, કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે સરકાર ખેડૂતોને આપેલા વચનો પુરા નથી કરી રહી.

મહત્વનું છે પાટીદાર અનામત આંદોલનની વિધાનસભાની ચૂંટણી 2017 પર ખૂબ જ અસર પડી હતી. 49 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને 30, ભાજપને 18 બેઠકો મળી હતી.

પાટીદાર નેતા હાર્દિક પટેલ જેમણે અનમાત આંદોલન કર્યું હતું. તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હવે તેઓ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી મનસુખ માંડવિયાના પ્રમાણે પાટીદાર અનામત આંદોલન મામલે સમુદાયને ગુમરાહ કરવામાં આવ્યો, આ વિરોધ રાજનીતિથી પ્રેરિત હતો.

આ પણ વાંચોઃ વતનમાં વડાપ્રધાનઃ શું મોદી મેજિક બચાવી શકશે આ બેઠકોને?

કોંગ્રેસના નેતા અર્જુન સોસાના કહેવા પ્રમાણે, ખેડૂતો મોદી સરકારથી ખુશ નથી. ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે. તેમને પાક વીમા નથી મળ્યા. કોંગ્રેસની સરકાર બનવા પર ખેડૂતોને લાભ મળશે. જો કે અમરેલી ભાજપના સાંસદ દિલીપ સંઘાણીના પ્રમાણે સરકાર ખેડૂતોના હિત માટે કાર્ય કરી રહી છે.

Gujarat BJP Gujarat Congress patidar anamat andolan samiti