એક જ માણસને લોકપાલ આવે એની સામે વાંધો છે : રાહુલ ગાંધી

16 December, 2012 05:38 AM IST  | 

એક જ માણસને લોકપાલ આવે એની સામે વાંધો છે : રાહુલ ગાંધી


ગુજરાતમાં લોકપાલ આવે એની સામે એક જ માણસને વાંધો છે અને એ માણસનું નામ પણ તમને ખબર છે. કૉન્ગ્રેસની સરકાર આવશે તો સો દિવસમાં લોકપાલની નિમણૂક કરવામાં આવશે અને ગુજરાત સરકારે કરેલાં અગાઉનાં કાયોર્ની સમીક્ષા પણ કરવામાં આવશે.’

રાહુલ ગાંધીએ સરક્રીકના મામલે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સરક્રીક રાજ્ય સરકારનો મુદ્દો નથી છતાં ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવે છે. આ ગંદી રાજનીતિ અને ગંદી માનસિકતાનું પરિણામ છે. રાજ્ય સરકાર ધારે તો પણ આ પ્રfનનો ઉકેલ એનાથી આવવાનો નથી અને એવા સમયે સરક્રીકની વાત કરીને લોકોમાં વેરભાવ જગાવવાનું કામ ગુજરાત સરકાર કરે છે.’

ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલી ગઈ કાલની આ જાહેર સભામાં રાહુલ ગાંધીએ એક પણ વાર નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ નહોતો કર્યો. આ અગાઉ રાહુલે ગુજરાતમાં ત્રણ સભા સંબોધી છે અને એ સમયે પણ તેમણે મોદીના નામનો ઉલ્લેખ નહોતો કર્યો. એવી જ રીતે સોનિયા ગાંધીએ પણ ગુજરાતમાં કરેલી ચાર સભામાં અને મનમોહન સિંહે કરેલી એક સભામાં પણ નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ગઈ કાલે રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે ‘વિકાસનો જશ એક માણસ લે છે એ શરમજનક છે. હવે આ વ્યક્તિલક્ષી સરકારને દૂર કરો અને મહિલાઓ, માછીમારો, ભરવાડો તથા યુવાનોની સરકાર બનાવો.’