મુંબઈથી વડોદરા ઝડપથી જવાશે

20 October, 2011 05:08 PM IST  | 

મુંબઈથી વડોદરા ઝડપથી જવાશે

 

મંજૂરી મેળવનાર એક્સપ્રેસવેમાં ૪૦૦ કિલોમીટર લાંબા વડોદરા-મુંબઈ, ૬૬ કિલોમીટર લાંબા દિલ્હી-મેરઠ, ૩૩૪ કિલોમીટર લાંબા બૅન્ગલોર-ચેન્નઈ અને ૨૭૭ કિલોમીટર લાંબા કલકત્તા-ધનબાદ એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેમાં આખા પ્રોજેક્ટનો ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે પાર પાડવામાં આવશે. આ પ્રોજેક્ટનો ફિઝિબિલિટી રિપોર્ટ ઑક્ટોબર ૨૦૦૯માં તૈયાર થવાનો હતો, પરંતુ એમાં નૅશનલ હાઇવે-૪ અને જવાહરલાલ નેહરુ ર્પોટ ટ્રસ્ટની કનેક્ટિવિટી માટે ૯૪ કિલોમીટરની લંબાઈ વધારવામાં આવતાં સ્ટડીમાં વિલંબ થયો હતો.