સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખા

10 November, 2020 09:00 AM IST  |  Rajkot | Rashmin Shah

સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખા

સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખા

નર્મદા જિલ્લાના કેવડિયાના પ્રમોશન માટે અમિતાભ બચ્ચન નવી ઍડ-ફિલ્મ કરે એ માટે બિગ બીનો કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને એની આસપાસ તૈયાર કરવામાં આવેલાં તમામ નવાં અટ્રૅક્શનને લીધે ટૂરિસ્ટ માટે એક નવું ગ્લૅમર ઊભું થયું છે. જોકે એ ગ્લૅમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચ્યું નથી એટલે જ ગુજરાત સરકારની ઇચ્છા છે કે ‘ખુશ્બૂ ગુજરાત કી’નું કૅમ્પેન ફરી એક વાર આગળ વધે અને એ કૅમ્પેનમાં આ વખતે માત્ર કેવડિયાનો સમાવેશ કરવામાં આવે.
આ અગાઉ ‘ખુશ્બૂ ગુજરાત કી’ કૅમ્પેન અંતર્ગત કચ્છ, ગીર, બૌદ્ધ ગુફાઓ, અંબાજી, ગુજરાતી હૅન્ડિક્રાફ્ટ, સાપુતારા, ગુજરાતના ગર્વશિષ્ઠ સ્થાપત્ય સમાન મોઢેરાનાં સૂર્યમંદિર, અમદાવાદ માટે ઍડ-ફિલ્મ્સ કરી અને એ પછી એ કૅમ્પેન અટકી ગયું. જોકે કેવડિયા જે રીતે નવાં રંગરૂપ સાથે તૈયાર થઈ ગયું છે એને જોતાં હવે ગુજરાત ફરી એક વખત ‘ખુશ્બૂ ગુજરાત કી’ કૅમ્પેન શરૂ કરીને કેવડિયાને દુનિયાની નજર સમક્ષ મૂકવા માગે છે. આને માટે ઑલરેડી મહાનાયકની ડેટ્સ પણ માગવામાં આવી છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બિગ બી ગુજરાત આવીને કહેશે, ‘સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખા.’

Rashmin Shah rajkot gujarat