જૂનાગઢના સાધુ સમાજની સાફ વાત, પ્રવેશવા નહીં દઈએ આસારામબાપુને

25 August, 2012 09:49 AM IST  | 

જૂનાગઢના સાધુ સમાજની સાફ વાત, પ્રવેશવા નહીં દઈએ આસારામબાપુને

 

 

મેલી વિદ્યા અંતર્ગત અમદાવાદના અભિષ્ોક અને દીપેશ નામના પ્રજાપતિ જ્ઞાતિના બે કિશોરનાં મૃત્યુ માટે વગોવાયેલા આસારામબાપુ રવિવારે જૂનાગઢમાં પોતાના સત્સંગના કાર્યક્રમ માટે જઈ રહ્યા છે, પણ આ કાર્યક્રમનો ભારત સાધુ સમાજના સાધુઓએ વિરોધ કર્યો છે અને આસારામબાપુને જૂનાગઢમાં પ્રવેશવા દેવામાં નહીં આવે એવી ધમકી પણ આપી છે. ભારત સાધુ સમાજના અધ્યક્ષ ભારતીબાપુએ કહ્યું હતું કે ‘જૂનાગઢ પવિત્ર ભૂમિ છે અને અહીં પવિત્ર સાધુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. મેલી વિદ્યાના પ્રચારકને અમે આ ભૂમિ પર નહીં આવવા દઈએ.’

 

શુક્રવારે પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનોએ પણ આસારામબાપુના વિરોધમાં રૅલી કાઢી હતી અને તેમનાં પોસ્ટર સળગાવ્યાં હતાં. આસારામબાપુના થઈ રહેલા આ વિરોધને ધ્યાનમાં રાખીને જૂનાગઢ કલેક્ટર શુક્રવારે સોમનાથમાં થનારા સત્સંગને પણ પરવાનગી આપી નહોતી. એ પછી પણ આસારામબાપુની ઇચ્છા એવી છે કે આજે તે સોમનાથના કોઈ પ્રાઇવેટ ફાર્મહાઉસમાં સત્સંગ કરે, આ સત્સંગ માટે તે હજી સોમનાથમાં રોકાયા છે.