કચ્છી શાલ ને ગીરની કેસર કેરી પછી જામનગરની બાંધણીને મળ્યો GI ટૅગ

10 December, 2014 05:38 AM IST  | 

કચ્છી શાલ ને ગીરની કેસર કેરી પછી જામનગરની બાંધણીને મળ્યો GI ટૅગ

આ ટૅગ મળી જતાં હવે જામનગરની બાંધણી ‘જામનગરની બાંધણી’ની બ્રૅન્ડ સાથે વેચી શકાશે, જેને કારણે બાંધણી બનાવતા ગુજરાતના અન્ય વેપારીઓ હવે પોતાની બાંધણીને જામનગરની બાંધણીની ઓળખ આપી શકશે નહીં. જામનગર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ શ્રેણિક મહેતાએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારની ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની પરમિશન મળ્યા પછી GI ટૅગ આપવામાં આવ્યો છે, જેનો લાભ હવે જામનગરના બાંધણીના વેપારીઓ અને એ બનાવનારા વેપારીઓને મળશે તથા જામનગરની બાંધણી ઑથેન્ટિક છે એનો પુરાવો આપશે.’

આ અગાઉ ગુજરાતની ૮ પ્રોડક્ટને કેન્દ્ર સરકાર દ્વારા GI ટૅગ આપવામાં આવ્યો છે જેમાં સંખેડા ફર્નિચર, ખંભાતના અકિક સ્ટોન, કચ્છી એમ્બ્રોઇડરી, સુરતની જરી ઍન્ડ ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, ભાલિયા ઘઉં, ગીર કેસર કેરી અને કચ્છી શાલનો સમાવેશ છે. હવે જામનગરની બાંધણીને પણ GI ટૅગ મળી જતાં જામનગરની બાંધણીના નામે ગુજરાતભરમાં કરવામાં આવતો ખોટો વેપાર અટકશે અને બાંધણીના કારીગરોને ફાયદો થશે.