ન્યૂ ઝીલેન્ડ મસ્જિદ હુમલોઃનવસારીના જુનૈદ નામના યુવકનું મોત

16 March, 2019 10:39 AM IST  | 

ન્યૂ ઝીલેન્ડ મસ્જિદ હુમલોઃનવસારીના જુનૈદ નામના યુવકનું મોત

ગુજરાતી યુવાન જુનૈદ હુમલાનો ભોગ બન્યા

ન્યૂઝીલેન્ડની ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો બે વ્યક્તિઓ લાપતા પણ થયા છે. મળતી માહિતી પ્રમાણે જે મસ્જિદમાં આતંકી હુમલો તયો તે મસ્જિદમાં હાફીઝ મુસા પટેલ મૌલવી તરીકે કામ કરતા હતા. મસ્જિદમાં થયેલા ફાયરિંગમાં તેમને કમરના ભાગે ગોળી વાગી છે. હાફીઝ મુસા મૂળ માંગરોળના વતની છે.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં ફાયરિંગ, 6 ભારતીયના મોત, એક ગુજરાતીનુુ પણ મૃત્યુ

તો આ હુમલામાં મૂળ વડોદરાના આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા પણ ગુમ થયા છે. મૂળ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા આસીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા છેલ્લા કેટલાક વર્ષોથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા છે. આ હુમલા સમયે તેઓ પણ ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા. મસ્જિદમાં થયેલા હુમલા બાદ આ બંને પિતા પુત્ર પણ લાપતા બન્યા છે. છ દિવસ પહેલા જ રમીઝના પત્ની ખુશ્બુએ બાળકીને જન્મ આપ્યો છે.

news new zealand