ગુજરાત જતી 14 ટ્રેનોમાં કોચનો વધારો કરાયો

03 October, 2011 08:51 PM IST  | 

ગુજરાત જતી 14 ટ્રેનોમાં કોચનો વધારો કરાયો


૧૪ ટ્રેનોમાં (અપ-ડાઉન બન્ને સાઇડ) વધારાના કોચ જોડવામાં આવતાં બીજા વધુ ૧.૧૮ લાખ મુસાફરોને આ વધારાની સુવિધાનો લાભ મળશે.

 


મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ (બન્ને તરફ), મુંબઈ-વડોદરા એક્સપ્રેસ (બન્ને તરફ)માં એક-એક એસી ચૅર-કાર કોચ જોડવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટ્રેનોમાં એક-એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવ્યો છે. શનિવારથી શરૂ કરવામાં આવેલી આ વધારાની સર્વિસ આગામી ત્રણ મહિના સુધી મુસાફરો માટે ઉપલબ્ધ હશે.

વેકેશનના ધસારાને ધ્યાનમાં રાખીને ઉતારુઓને સુગમતા આપવા આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

કઈ-કઈ ટ્રેનનો સમાવેશ?

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-વડોદરા એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-જયપુર એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-હજરત નિઝામુદ્દીન એક્સપ્રેસ, વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ, વલસાડ-કાનપુર સેન્ટ્રલ એક્સપ્રેસ, વલસાડ-સોનપુર એક્સપ્રેસ, અમદાવાદ-નિઝામુદ્દીન એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-હરિદ્વાર એક્સપ્રેસ, ઇન્દોર-જમ્મુ-તવી એક્સપ્રેસ અને હાપા-તિરુનેલવેલી એક્સપ્રેસમાં આ વધારાના કોચ જોડવામાં આવ્યા છે.