ગુજરાતમાં પણ થશે હવે મૅગી નૂડલ્સનું ઉત્પાદન

25 December, 2011 05:02 AM IST  | 

ગુજરાતમાં પણ થશે હવે મૅગી નૂડલ્સનું ઉત્પાદન

 

કંપની સાથે સંકળાયેલાં સાધનો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ અમદાવાદની નજીકના વિસ્તારમાં કંપની મૅગી નૂડલ્સ અને કન્ફેક્શનરીના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ માટે ૫૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. કંપનીને ૫૦થી ૧૦૦ એકર જેટલી જમીન જોઈશે. નવા પ્લાન્ટમાં ઉત્પાદન ૨૦૧૪-’૧૫થી શરૂ કરવાનો કંપનીનો પ્લાન છે. કંપની નૂડલ્સના ઉત્પાદન માટે જરૂરી ઘઉંની ખરીદી પણ ગુજરાતમાંથી જ કરશે.

આ પ્લાન્ટ માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મીટિંગ કરી છે. નેસ્લે ઇન્ડિયાના ભારતમાં અત્યારે કુલ ૮ પ્લાન્ટ છે. કંપની બિહારમાં પણ પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે. ગુજરાતમાં ડેરી સેક્ટરમાં પ્રવેશવાનો કંપનીનો પ્લાન નથી.