NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને EDનું સમન્સ

01 June, 2019 05:38 PM IST  |  નવી દિલ્હી

NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને EDનું સમન્સ

NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને EDનું સમન્સ

EDએ દીપક તલવાર કેસમાં પ્રુફુલ્લ પટેલને સમન્સ મોકલ્યું છે. ઈડીના વકીલે જણાવ્યું કે દીપક તલવાર ગેરકાયદે વિમાન સોદાના મામલામાં પ્રુફુલ્લ પટેલને 6 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે.



અગસ્ટા વેસ્ટલેન્ડ સાથે જોડાયેલો છે મામલો
આ પહેલા આવકવેરા વિભાગે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં આરોપી કોર્પોરેટ લોબિસ્ટ દીપક તલવાર પર સકંજો કસતા તેની સામે 11 મામલા દાખલ કર્યા છે. ઈડીના અધિકારીઓએ તલવારને દુબઈમાં 30 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ઈડીએ તલવાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે વિદેશી ખાનગી એરલાઈન્સનો પક્ષ લેવા માટે વચેટિયાનું કામ કર્યું. જેના કારણે ભારતની કંપનીએ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ મિશેલને ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી

મહત્વનું છે કે તલવાર પર આરોપ છે કે એર અરેબિયા, એમિરાત માટે વચેટિયા તરીકે કામ કર્યું અને તત્કાલિન મંત્રી  પ્રફુલ્લ પટેલના સંપર્કથી અનેક કામો કરાવ્યા. જેના કારણે ભારતની કંપનીને ભારે નુકસાન વેઠવું પડ્યું, જેના બદલે તેની કંપનીને 23 એપ્રિલ 2008 થી 6 ફેબ્રુઆરી 2009 વચ્ચે વિદેશી એરલાઈન્સ કંપનીઓથી 6.05 કરોડ ડૉલર મળ્યા હતા.

praful patel nationalist congress party