દુનિયાનાં ૧૦૦થી વધુ શહેરોમાં નવરાત્રિની ઉજવણી મોટી સિદ્ધિ

29 September, 2011 07:31 PM IST  | 

દુનિયાનાં ૧૦૦થી વધુ શહેરોમાં નવરાત્રિની ઉજવણી મોટી સિદ્ધિ



અમદાવાદમાં ગઈ કાલે રાત્રે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ઉદï્ઘાટન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સાઉથ આફ્રિકા, સિંગાપોર, ઇન્ડોનેશિયા સહિત ૧૭ દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓ આ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વના સૌથી લાંબા ઉત્સવ ‘વાઇબ્રન્ટ નવરાત્રિ-૨૦૧૧’નો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે ‘ગુજરાતનો ગરબો એ અમારી સદીઓ જૂની પરંપરા છે. ગરબા એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે, પણ આ ઓળખ ગુજરાતમાં જ સંકોચાઈને રહી જાય એ ગુજરાતને મંજૂર નથી. સમગ્ર વિશ્વને ગુજરાતની આ વિરાસત સાથે કેમ ન જોડીએ? ગુજરાતનો ગરબો ગ્લોબલ કેમ ન હોય? આ સવાલોના જવાબ શોધતાં આ નવરાત્રિ મહોત્સવ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.’

આ તબક્કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે પણ કંઈ કમ નથી એ વાત દુનિયા સુધી પહોંચાડવી છે અને એ છે સર્વિસ સેક્ટર, ટૂરિઝમ. વિશ્વમાં ગુજરાતી સારા ટૂરિસ્ટ છે, પણ ગુજરાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના મૅપ પર નહોતું. ગુજરાત ટૂરિઝમનો ગ્રોથ ૧૫ ટકા છે.’