ગુજરાતના ખેડૂતોની આવક ૧૪ હજાર કરોડથી વધીને ૫૯ હજાર કરોડ રૂપિયા : મોદી

17 November, 2011 09:34 AM IST  | 

ગુજરાતના ખેડૂતોની આવક ૧૪ હજાર કરોડથી વધીને ૫૯ હજાર કરોડ રૂપિયા : મોદી



અમદાવાદ: કૃષિ મહોત્સવથી ખેડૂતોને ખેતી માટે પ્રેરિત કર્યા બાદ ખેડૂતો આધુનિક ખેતીથી આવકમાં સમૃદ્ધ બન્યા છે. ગુજરાતના ખેડૂતોની આવક ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધીને ૫૯,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી છે અને ગુજરાતના ખેડૂતોનાં બટાટા, કારેલાં, ફળફળાદિ, શાકભાજી વિદેશોનાં બજારોમાં વેચાય છે એમ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જયંતી પ્રસંગે યોજાયેલી ગ્રામપંચાયત સ્પર્ધાઓના પુરસ્કારો એનાયત કરવાના સમારોહમાં કહ્યું હતું.

ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર પરિસરમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતમાં સ્વર્ણિમ જયંતી અવસરે શ્રેષ્ઠ ગ્રામપંચાયત સ્પર્ધા, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર સ્પર્ધા અને ‘સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ’ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા બનેલી ૬૫૯૮ ગ્રામપંચાયતોને ૧૨૧.૩૫ કરોડ રૂપિયાનાં ઇનામો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એનાયત કર્યા હતાં.