મણિનગર બેઠક પર પણ મોદીની જીતની હૅટ-ટ્રિક

21 December, 2012 05:43 AM IST  | 

મણિનગર બેઠક પર પણ મોદીની જીતની હૅટ-ટ્રિક



૨૦૦૨ની ચૂંટણીમાં મોદીએ ૧,૧૩,૫૮૯ વોટ મેળવ્યા હતા, જ્યારે ઓઝાને ૩૮,૨૫૬ વોટ મળ્યાં હતા. ૨૦૦૨ની ચૂંટણીમાં મોદી ૭૫,૩૩૩ વોટની સરસાઈથી જીત્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં મોદીએ દિનશા પટેલને ૪૦,૦૦૦ કરતાં વધારે વોટથી હાર આપી હતી. આ ચૂંટણીમાં તેમણે એક લાખ ૧૬ હજાર વોટ મેળવ્યા હતા. ગઈ કાલે જાહેર થયેલા રિઝલ્ટ મુજબ મોદીએ શ્વેતા ભટ્ટને ૮૬,૩૭૩ વોટથી હાર આપી હતી. મોદીએ કુલ ૧,૨૦,૪૭૦ વોટ મેળવ્યા હતા, જ્યારે શ્વેતા ભટ્ટને ૩૪,૦૮૭ વોટ મળ્યાં હતા. પરાજય બાદ પ્રતિક્રિયા આપતાં શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે ‘હારની મને આશા નહોતી. ગુજરાતની જનતા મોદીનું સત્ય જોઈ શકી નથી.’