શાસનનું અગિયારમું વર્ષ શરૂ થતાં પહેલાં મોદીએ શાની લહાણી કરી?

07 October, 2011 08:40 PM IST  | 

શાસનનું અગિયારમું વર્ષ શરૂ થતાં પહેલાં મોદીએ શાની લહાણી કરી?

 

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મોડી સાંજે બે એવી જાહેરાત કરી જેને કારણે સરકારી કર્મચારીઓ રાજીના રેડ થઈ ગયા

મોદીએ કરેલી આ જાહેરાત પૈકીની પહેલી જાહેરાત સ્થાયી નોકરી ધરાવતા સરકારી કર્મચારીઓને સ્પર્શતી હતી. નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે ગુજરાતના ૮ લાખ સરકારી કર્મચારીઓને પગારવધારા અને અન્ય ભથ્થાં પેટે ૨૨૫૦ કરોડ રૂપિયાનું પૅકેજ આપવામાં આવશે. નરેન્દ્ર મોદીએ બીજી જાહેરાત એ કરી હતી કે અસ્થાયી રીતે નોકરી કરતા અને વર્ષે એક લાખથી ઓછો પગાર ધરાવતા સાત લાખ જેટલા કર્મચારીઓનો પગાર પંદરથી પાંચ હજારની રકમ સુધી વધારવામાં આવશે અને આ કર્મચારીઓમાંથી ૩૦ ટકા કર્મચારીઓને તેમની કાર્યદક્ષતાના આધારે કાયમી કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓને ખુશ કરવાની સાથોસાથ મોદીએ યુવાનોને ધ્યાનમાં રાખીને એવી જાહેરાત પણ કરી હતી કે નવા નાણાકીય વર્ષ પહેલાં સરકાર યુવાનો માટે ૫૦,૦૦૦ નવી જૉબ તૈયાર કરશે અને એ માટે ભરતી પણ આ જ નાણાકીય વર્ષ દરમ્યાન કરવામાં આવશે.