અમરેલીના લોકસભા ઉમેદવારોને નડ્યો આકરો તડકો, લેવી પડી સારવાર

06 April, 2019 06:05 PM IST  |  અમરેલી

અમરેલીના લોકસભા ઉમેદવારોને નડ્યો આકરો તડકો, લેવી પડી સારવાર

અમરેલી લોકસભાના ઉમેદવારોને લાગી ગયો તાપ!

અમરેલી લોકસભાના ઉમેદવારનો તડકો લાગી ગયો છે. અમરેલી અને આસપાસના વિસ્તારોમાં હાલ તાપમાન 40 થી 43 ડીગ્રી વચ્ચે રહે છે. આવા ધોમધખતા તાપમાં ઉમેદવારો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ તેમની તબિયત પર અસર થઈ રહી છે.

અમરેલીથી ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયા છે. તેઓ પોતાના ચૂંટણી કાર્યાલયના મેદાનમાં સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમને અચાનક ચક્કર આવી જતા તેઓ પડી ગયા હતા અને તેમને સારવાર લેવી પડી હતી.

વર્તમાન નેતા વિપક્ષ અને અમરેલી લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે કાંઈક આવું જ થયું. તેમને પણ લૂ લાગી ગઈ અને સારવાર લેવી પડી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ, આ શહેરનું તાપમાન 42.5 ડિગ્રી પહોંચ્યું

રાજ્યમાં ગરમી સતત વધી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર જઈ રહ્યો છે. અને 23મી એપ્રિલે મતદાન થવાનું છે એટલા ઉમેદવારો પણ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ગરમી તેમને પરેશાન કરી રહી છે.

Gujarat BJP Gujarat Congress Loksabha 2019 Paresh Dhanani