જૂનાગઢની એ સ્કૂલના એક પગથિયા પર પાપડ શેકાય છે

17 November, 2011 09:28 AM IST  | 

જૂનાગઢની એ સ્કૂલના એક પગથિયા પર પાપડ શેકાય છે

 

 

 

પગથિયા પર પાણીની છાલક મારો તો અડધી મિનિટમાં પાણી ઊડી જાય છે. હવે તો આ પગથિયે પાપડ પણ શેકાઈ જાય છે.’

પગથિયું ગરમ થવાના સમાચાર પછી ગામના લોકો માટે તો ઠીક આજુબાજુનાં ગામના લોકો માટે પણ આ ઘટના એક જોણું બની ગઈ છે. લોકો હાથમાં પાપડ લઈને પગથિયે શેકવા આવે છે અને પાપડ શેકાઈ જાય એટલે એકબીજાને પાપડ દેખાડે છે. ગીર-ગઢડાની સ્કૂલનું પગથિયું ગરમ થવાના ન્યુઝ મળ્યા પછી જૂનાગઢના કલેક્ટર એ. એસ. પટેલે એક ટીમ સ્કૂલમાં મોકલી હતી. આ ટીમે પણ એવો જ રિપોર્ટ આપ્યો છે કે પગથિયું ગરમ થઈ રહ્યું છે. જૂનાગઢના કલેક્ટર એ. એસ. પટેલ કહે છે, ‘હવે અમે ગાંધીનગરથી ટીમ બોલાવી છે. એ ટીમ આવે પછી આગળના રિપોર્ટની ખબર પડશે.’

ધારણા એવી મૂકવામાં આવે છે કે સ્કૂલની જમીન નીચે ગરમ પાણીના ઝરા હોવા જોઈએ. ગીર-ગઢડાથી બાવીસ કિલોમીટર દૂર આવેલા તુલસીશ્યામ નામના ગામમાં ગરમ પાણીના ઝરા ઑલરેડી છે, જ્યાં ચોવીસે કલાક ગરમ પાણી ઝરી રહ્યું છે.