30 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ૨૦૨૮ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે એવી શક્યતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દર્શાવી હતી. આ પ્રોજેક્ટમાં વિલંબ થવાની પાછળ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ પણ મુખ્ય પ્રધાને કર્યો હતો.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘પ્રોજેક્ટ અઢી વર્ષ પાછો ઠેલાયો. જો આપણે કોઈ પ્રોજેક્ટ પાછળ ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચતા હોઈએ અને કામ અટવાય તો એનું વ્યાજ ભરવાની જવાબદારી કોની? નવી સરકાર રચાતાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અનિવાર્ય નિર્ણયો ઝડપથી લઈને કામને વેગ આપવામાં આવ્યો છે જેથી કામ એની ટાઇમલાઇન મુજબ પૂરું થશે.’