ગુજરાતમાં પોણાપાંચ કરોડથી વધારે મતદારો

24 April, 2024 07:41 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો, જેમાં મહિલાઓ માત્ર ૧૯ : સૌથી વધુ ૨૨.૨૩ લાખ મતદારો નવસારી બેઠકમાં અને સૌથી ઓછા ૧૭.૨૩ લાખ મતદારો ભરૂચ બેઠકમાં

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૫ બેઠક પર થનારી ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં માત્ર ૧૯ મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. આ ઉમેદવારો માટે ગુજરાતમાં કુલ પોણાપાંચ કરોડ કરતાં વધુ મતદારો મતદાન કરી શકે છે, જેમાં સૌથી વધુ ૨૨.૨૩ લાખ મતદારો નવસારી લોકસભા બેઠકમાં અને સૌથી ઓછા ૧૭.૨૩ લાખ મતદારો ભરૂચ લોકસભા બેઠકમાં નોંધાયા છે.

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ૭ મેએ યોજાનારા મતદાન માટેની તૈયારીઓ ચાલી રહી છે જેની વિગતો ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પ્રેસ કૉન્ફરન્સમાં આપી હતી...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ૨૬૬ ઉમેદવારો તેમ જ વિધાનસભાની પેટાચૂંટણી માટે ૨૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

ગુજરાતના કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો મતદાન કરી શકે છે જેમાં ૧૮થી ૧૯ વર્ષના ૧૨,૨૦,૪૩૮ મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે.

ગુજરાતમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરુષ મતદારો, ૨,૪૧,૫૦,૬૦૩ સ્ત્રી મતદારો અને ૧૫૩૪ ત્રીજી જાતિના મતદારો છે.

૧૮થી ૨૯ વર્ષના ૧,૧૬,૦૬,૧૮૮ યુવા મતદારો છે. 
 ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૪,૧૯,૫૮૪ વરિષ્ઠ મતદારો છે. 
 ૧૦,૦૩૬ મતદારો શતાયુ મતદારો એટલે કે ૧૦૦ વર્ષ કે એનાથી વધુ વયના છે. 
 ૩,૭૫,૬૭૩ મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. 
 ગુજરાતમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે જેમાં ૨૨,૨૩,૫૫૦ મતદારો છે. 
 ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા ૧૭,૨૩,૩૫૩ મતદારો છે. 
 વિદેશમાં વસતા ૯૦૦ મતદારો પણ મતદાર યાદીમાં નોંધાયા છે.
 સૌથી વધુ ૧૦,૬૧,૭૮૫ મહિલા મતદારો ગાંધીનગર લોકસભા બેઠકમાં છે, જ્યારે સૌથી ઓછા ૮,૩૧,૫૫૮ મહિલા મતદારો સુરત લોકસભા બેઠકમાં છે. 
 સૌથી વધુ ૧૧,૯૭,૨૦૨ પુરુષ મતદારો નવસારી લોકસભા બેઠકમાં અને સૌથી ઓછા ૮,૭૭,૪૦૨ પુરુષ મતદારો ભરૂચ લોકસભા બેઠકમાં છે. 
 સૌથી વધુ ૬૮,૭૩૫ ફર્સ્ટ ટાઇમ વોટર્સ બનાસકાંઠા લોકસભા બેઠક પર છે તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર સૌથી ઓછા ૨૭,૨૧૮ ફર્સ્ટ ટાઇમ વોટર્સ છે. 
 વડોદરામાં સૌથી વધુ ૬૨૭ શતાયુ મતદારો છે તો સૌથી ઓછા ૧૧૯ સુરત લોકસભા બેઠકમાં છે.
 ૨૨,૭૦૧ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે.

Lok Sabha Election 2024 bharatiya janata party congress gujarat news ahmedabad