૪૦થી વધુ ગાયોનાં મોતથી હાહાકાર, અધિકારીને રજૂઆત કરતાં ગૌરક્ષકોની અટકાયત

04 December, 2019 09:21 AM IST  |  Rajkot

૪૦થી વધુ ગાયોનાં મોતથી હાહાકાર, અધિકારીને રજૂઆત કરતાં ગૌરક્ષકોની અટકાયત

પ્રતિકાત્મક તસવીર

બાપા સીતારામ ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી ૪૦થી વધુ ગાયોનાં મોત થયાં હતાં. આથી મનપાએ આ ગૌશાળામાં રસ્તા પરથી પકડાય તે ગાયો નહીં મોકલવા નિર્ણય કર્યો છે, પરંતુ રાજકોટનો માલધારી સમાજ અને ગૌરક્ષકોનો આક્ષેપ છે કે ફૂડ પોઇઝનિંગથી ૩૦થી વધુ ગાયોનાં મોત થયાં છે. જ્યારે અન્ય ગાયોને કોઈ અસર થઈ નથી. તે માટે યોગ્ય તપાસની માગ સાથે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ડે. કમિશનરે યોગ્ય જવાબ ન આપતા ગૌરક્ષકો ચેમ્બરમાં જ ધરણા પર બેસી જતાં પોલીસે ટીંગાટોળી કરી તમામને બહાર કાઢી અટકાયત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા જતા માલધારી સમાજના આગેવાન રણજિત મુંધવા સહિતનાને ટીંગાટોળી કરી વિજિલન્સ પોલીસ દ્વારા અટકાયત કરી બહાર કઢાયા હતા. બાપા સીતારામ ગૌશાળામાં ૪૦થી વધુ ગાયનાં મોત મામલે રણજિત મુંધવાએ માગ કરી હતી કે ગૌશાળામાંથી તમામ ગાય મનપા પરત લઈ લે, ત્યારે ડે. કમિશનરે ઉડાવ જવાબ આપતાં ધરણા પર બેસી ગયા હતા.

rajkot gujarat