સુરત ઍરપોર્ટ પર ભેંસને પકડવા હેલિકૉપ્ટરની મદદ!

11 November, 2014 03:35 AM IST  | 

સુરત ઍરપોર્ટ પર ભેંસને પકડવા હેલિકૉપ્ટરની મદદ!



રશ્મિન શાહ


હેલિકૉપ્ટર આખો દિવસ ઍરપોર્ટ પર ફરતું રહેતું અને વૉકીટૉકી સેટથી ભેંસ હોય એ લોકેશન દેખાડવાનું કામ કરતું હતું. હેલિકૉપ્ટરની મદદથી બે ભેંસ પકડ્યા પછી ગઈ કાલે આખો દિવસ પગપાળા ઍરપોર્ટમાં ફરીને જાનવરને શોધવાનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં ઝાડી વચ્ચે સંતાયેલી બે બકરી મળી આવી હતી.

પ્રાણીઓને પકડી લીધા પછી ગઈ કાલથી ઍરપોર્ટ ફરતે ફેન્સિંગનું કામ પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના ઍરપોર્ટના લોકેશન મુજબ એની ચાર દિશામાંથી બે દિશામાં સરકારી ખરાબાની જમીન હોવાથી ગાય-ભેંસ ઍરપોર્ટમાં ઘૂસી જતાં હતાં. હવે ત્યાં ફેન્સિંગ કરવામાં આવશે.