મોરબી બ્રિજ તૂટવાનો LIVE VIDEO:એકાએક તૂટ્યો પૂલ, લોકો પાણીમાં ગરકાવં અને ચીસાચીસથી ગુંજી મચ્છુ નદી

31 October, 2022 12:30 PM IST  |  Morbi | Gujarati Mid-day Online Correspondent

આ ઘટનામાં અત્યાર સુધીમાં 190 લોકોના મોત થયા છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ

મોરબીમાં જે દુર્ઘટના ઘટી તેનો લાઈવ વીડિયો(Morbi Cable Bridge collapsed Live Video)સામે આવ્યો છે. મચ્છુ નદી પર કેબલ બ્રિજ તૂટવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. 30 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે 15મી સેકન્ડે જ અચાનક બ્રિજ તૂટી જાય છે અને એકસાથે બધા જ લોકો પાણીમાં ગરકાવ થઈ જાય છે. 

સીસીટીવીમાં કેદ થયેલા આ એ દ્રશ્યો છે જેનાથી અચાનક મચ્છુ નદી પર ચીસાચીસ થઈ અને માતમ છવાયો. ઝૂલતના પૂલનો આનંદ માણવા ગયેલા લોકોને ક્યાં ખબર હશે કે રવિવારની એ સાંજ તેમના માટે કાળ બની જશે. પૂલ પર ચાલતાં ચાલતાં અચાનક પૂલ તૂટવાનો અવાજ આવ્યો અને લોકો ટપોટપ પાણીમાં ગરકાવ થઈ ગયા. આશરે 400 જેટલા લોકો આ ઘટનાનો ભોગ બન્યા. અત્યાર સુધી આ ઘટનામાં 190 લોકોના મોત થયા છે. 

હજુ પણ કેટલાક લોકો નદીમાં હોવાની શક્યતા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે સાંજના સમયે ધરાશાયી થયેલા બ્રિજ તૂટવાનો લાઈવ વીડિયો જોઈ હ્રદય કંપી ઉઠે છે. 

gujarat news