મોરારીબાપુના હસ્તે મસ્જિદનું ઉદ્ઘાટન

14 October, 2012 03:08 AM IST  | 

મોરારીબાપુના હસ્તે મસ્જિદનું ઉદ્ઘાટન

આ દિવસે પ્રખર રામાયણકાર મોરારીબાપુના હસ્તે સારંગપીપળી ગામની મસ્જિદનું ઉદ્ઘાટન થવાનું છે. મોરારીબાપુએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ગામવાસીઓની ઇચ્છાને માન આપીને હું આ કામ માટે જવાનો છું.

મોરારીબાપુના હાથે મસ્જિદ ખુલ્લી મૂકવાની ઇચ્છા ગામવાસીઓને મહિનાઓથી હતી. આને કારણે આ મસ્જિદ બે મહિનાથી તૈયાર થઈ ગઈ હોવા છતાં બાપુ બિઝી હોવાથી ગામવાસીઓએ મસ્જિદનો ધાર્મિક ઉપયોગ કરવાનું હજી સુધી શરૂ નથી કર્યું. ગઈ કાલે બાપુએ ૨૮ ઑક્ટોબરની તારીખ આપતાં હવે ફાઇનલી મસ્જિદનું ઉદ્ઘાટન નક્કી થઈ ગયું. ૧૬મીથી કચ્છના આદિપુરમાં બાપુની રામકથા શરૂ થઈ રહી છે જેની પૂર્ણાહુતિ ૨૪મીએ થશે. બાપુ એ પછી પોતાના તલગાજરડાના ઘરે આવશે અને પછી ૨૮ ઑક્ટોબરે જૂનાગઢ જિલ્લાના સારંગપીપળી ગામે જઈને મસ્જિદનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન પછી મોરારીબાપુ જૂનાગઢ શહેરમાં રાખવામાં આવેલા નરસિંહ મહેતા અવૉર્ડ ફંક્શન માટે જૂનાગઢ આવશે.