મોરારીબાપુ હવે ઇરાકના કરબલામાં રામકથા કરશે

15 December, 2012 08:18 AM IST  | 

મોરારીબાપુ હવે ઇરાકના કરબલામાં રામકથા કરશે




કથાસરિતા : અમદાવાદમાં ગઈ કાલે પત્રકારો સાથે વાત કરી રહેલા મોરારીબાપુ. તસવીર : નીરવ ત્રિવેદી



આ શહેર ઇમામ હુસેનની શહાદત માટે જાણીતું છે. ગઈ કાલે અમદાવાદમાં બાપુએ કહ્યું હતું કે કરબલાના ધર્મગુરુઓ અને સરકાર દ્વારા સારો પ્રતિભાવ મળ્યો છે એટલે ૨૦૧૩ અથવા ૨૦૧૪માં કથા થશે. અત્યારે અમદાવાદમાં રામકથા કરી રહેલા બાપુએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કરબલામાં કથા માટે ૮૦ ટકા જેટલી મંજૂરી મળી છે એટલે લગભગ ૨૦૧૩માં અથવા તો ૨૦૧૪માં કરબલામાં રામકથા કરીશ. કર ભલા તો હો ભલા, એટલે કરબલામાં કથા થશે.’

પાકિસ્તાનમાં કથા વિશેની વાત કરતાં બાપુએ કહ્યું હતું કે ‘લાહોર અને કરાચીનાં ગુજરાતી સ્થાનો પરથી મને આમંત્રણ મળ્યું છે, પણ બે રાષ્ટ્રો વચ્ચે એવા પ્રશ્નો ઊભા થાય છે કે વાત અટકી છે. પાકિસ્તાનનું આમંત્રણ મળે તો મને કોઈ તકલીફ નથી. સેતુબંધ માટે, માનવતા માટે હું પાકિસ્તાનમાં રામકથા કરવા તૈયાર છું.’