એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

11 October, 2020 08:06 AM IST  |  Rajkot | Rashmin Shah

એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

નવરાત્રિ દરમ્યાન પહેલા નોરતાથી મોરારિબાપુની રામકથા ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે શરૂ થશે. આ રામકથાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કથા મોરારિબાપુની પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’
મોરારિબાપુની આ રામકથાની બીજી ખાસિયત એ છે કે લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.
આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં મોરારિબાપુએ કટરામાં મા વૈષ્ણોદેવી સમક્ષ, તો ચોટીલામાં મા ચામુંડાની હાજરીમાં રામકથા કરી હતી. ગિરનાર પર

Rashmin Shah rajkot