મોરારીબાપુ વિઠ્ઠલ રાદડિયા પર શા માટે ઓવારી ગયા?

05 October, 2014 05:38 AM IST  | 

મોરારીબાપુ વિઠ્ઠલ રાદડિયા પર શા માટે ઓવારી ગયા?




૨૬ સપ્ટેમ્બરે પોતાના જ દિવંગત પુત્રની પત્નીનાં મૅરેજ કરાવીને તેને કન્યાદાનમાં સો કરોડ રૂપિયાની સંપત્તિ આપનારા ગુજરાતના જાણીતા ખેડૂતનેતા અને ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાના આ કાર્યથી પ્રખર રામાયણકાર મોરારીબાપુ ભારોભાર પ્રભાવિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે ‘આ જે કોઈ સદ્કાર્ય થયું છે એ નમન કરવાયોગ્ય છે. આવું સુવિચારી પગલું જે કોઈ ભરે તે મને પણ જાણ કરે અને એ પુણ્યશાળી ક્ષણમાં ભાગીદાર બનાવે.’

આ ઘટના બની ત્યારે મોરારીબાપુની રામકથા છત્તીસગઢના દુર્ગ શહેરમાં ચાલતી હતી. રામકથા દરમ્યાન પણ તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પુણ્ય કરવા માટે દિશા નહીં, દૃષ્ટિ જોઈએ જે વાત પટેલનેતાએ પુરવાર કરી છે.

આ પ્રકારે કોઈ પણ શ્વશુર પક્ષ પુત્રવધૂની જિંદગીમાં નવી રોશની લાવવાનું કામ કરતો હશે તો પોતાને એ પ્રસંગમાં ઉપસ્થિત રહેવું બેહદ ગમશે એવું પણ મોરારીબાપુએ કહ્યું હતું.