રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર

07 October, 2011 08:41 PM IST  | 

રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર

 

 

રશ્મિન શાહ

રાજકોટ, તા. ૭

રામકથા દરમ્યાન મોરારીબાપુનો વિશ્રામ સોમનાથમાં આવેલી ત્રિવેણી નદીના બેટ પર રહેશે અને દરરોજ બોટમાં અવરજવર કરશે

પત્રકારત્વ અને પત્રકારોને સમર્પિત કરવામાં આવેલી આ રામકથાના વરિષ્ઠ આગેવાન દીપક કક્કડે કહ્યું હતું કે ‘કુટિરથી કથા-સ્થળ સુધી બાપુને લાવવા અને પાછા લઈ જવા માટે એક ખાસ બોટની વ્યવસ્થા કરી છે. આ બોટની સુરક્ષા માટે એની આસપાસ બીજી બે બોટ રહેશે. આ ત્રણ બોટ સિવાય અન્ય કોઈ બોટને ત્રિવેણી નદીના આ બેટ પર જવાની મનાઈ કરવામાં આવી છે. બાપુ જે ટાપુ પર રહેવાના છે એ ટાપુની આસપાસ માછીમારોની બોટ રહેશે અને માછીમારો બાપુના ઉતારા એવા ટાપુની સુરક્ષા-વ્યવસ્થાનું ધ્યાન રાખશે.’


બાપુના ઉતારાથી કિનારા વચ્ચેનું અંતર અંદાજે એક નૉટિકલ માઇલ જેટલું છે. મોરારીબાપુ જે જગ્યાએ ઊતરવાના છે એ જગ્યા મોરારીબાપુની માલિકીની જ છે. આ જગ્યાએ મોરારીબાપુએ ઘર અને ગાર્ડન બનાવ્યું છે.
કૈલાસકથા દરમ્યાન નાના ભાઈ જગદીશભાઈ હરિયાણીનું અવસાન થયું હતું. એ પછીની બાપુની આ પહેલી રામકથા છે.