ગુજરાતમાં અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો

27 September, 2012 05:26 AM IST  | 

ગુજરાતમાં અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો


ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે ‘અત્યારે સૌરાષ્ટ્રમાં મૉન્સૂનના છેલ્લા કલાકો છે. બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે અને એ ઑક્ટોબર ફર્સ્ટ વીકથી ઉત્તરના પવન આવવા શરૂ થશે એટલે શિયાળાની શરૂઆત થશે.’

ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો હતો. સુરતમાં અઢી ઇંચ વરસાદ હતો; જ્યારે આહવામાં બે, કડોદરામાં એક, બારડોલીમાં એક, બગોદરામાં અડધો, વડોદરામાં એક, અમરેલીમાં અડધો, ભાવનગરમાં અડધો, શિહોરમાં એક, મહુવામાં એક, રાજકોટ જિલ્લાના વાઝડી ગામમાં એક અને રતનપરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.