ગુજરાતમાં ચોમાસું ૧૫ દિવસમાં વિદાય લેશે

23 September, 2012 05:20 AM IST  | 

ગુજરાતમાં ચોમાસું ૧૫ દિવસમાં વિદાય લેશે

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે ‘સવારના ભાગમાં વેધરમાં પણ વિન્ટર જેવો ચેન્જ આવવો શરૂ થયો છે જે દેખાડે છે કે મૉન્સૂન હવે અંતિમ તબક્કામાં છે. જો અચાનક નવી કોઈ સિસ્ટમ ઍક્ટિવ ન થાય તો આવતા પંદર દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે.’

ગઈ કાલે ગુજરાતના ૪૭ તાલુકાઓમાં હળવાં ઝાપટાંથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ વડોદરા શહેરમાં પડ્યો હતો; જ્યારે અમરેલીમાં પોણાત્રણ ઇંચ, રાજુલામાં બે, વાજડીમાં એક, સુરેન્દ્રનગરમાં દોઢ, વઢવાણમાં એક, ધ્રાંગધ્રામાં એક, વિરમગામમાં એક, રાજકોટમાં અડધો, મોરબીમાં એક, જખૌમાં એક, નવલખીમાં અડધો, માળિયામાં એક અને પારડીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.