ગુજરાતમાં ભરચોમાસે ઉનાળા જેવું વાતાવરણ

28 July, 2012 05:29 AM IST  | 

ગુજરાતમાં ભરચોમાસે ઉનાળા જેવું વાતાવરણ

આ વર્ષે જુલાઈમાં પણ સૂર્યદેવ કાળઝાળ ગરમી વરસાવી રહ્યા છે. ગઈ કાલે ગુજરાતની ગરમીમાં એકથી અઢી ડિગ્રીનો અચાનક ઉછાળો આવ્યો હતો એને કારણે ગુજરાતનું ઍવરેજ મૅક્સિમમ ટેમ્પરેચર ૩૭.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું. મિનિમમ ટેમ્પરેચર ઊંચું આવતાં ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર પણ ૨૮.૧ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગઈ કાલે આખા ગુજરાતમાં ફક્ત દક્ષિણ ગુજરાતના ૧૧ તાલુકાઓમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં.