મોદીએ ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું : મુકેશ અંબાણી

29 September, 2011 07:29 PM IST  | 

મોદીએ ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું : મુકેશ અંબાણી

 

 

દેશના ટોચના ઉદ્યોગપતિએ ગુજરાતના મુખ્ય પ્રધાનને ભારતના શ્રેષ્ઠ નેતા ગણાવ્યા

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘તમે ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી ભારત અને ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. વિશ્વ ગુજરાતના મૉડલ અને એના સચોટ અમલીકરણની નોંધ લઈ રહ્યું છે. ગુજરાત ભાગ્યશાળી છે કે એને તમારા જેવા પ્રેરણાદાયક નેતા મYયા. આ બદલ હું આપનો આભાર માનું છું.’

મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે ‘ગુજરાતે ઊર્જાક્ષેત્રે વધુ ઇનોવેટિવ પગલાં લેવાની જરૂર છે. અત્યારે ઊર્જાક્ષેત્રમાં ભારત જ્યાં છે એના કરતાં છગણો વધુ વિકાસ ૨૦૩૦ સુધીમાં કરવાની જરૂર છે. જો બિનફળદ્રુપ જમીન ધરાવતું જામનગર રિફાઇનિંગ કૅપિંટલ બની શકતું હોય અને સાણંદ જેવું ગામ એશિયાનું ઑટોમોબાઇલ હબ બની શકતું હોય તો કંઈ અશક્ય નથી.’

દીક્ષાંત સમારોહમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ આપણે રોબોનું વિશ્વ જોવા માગતા નથી, પરંતુ સારા માનવસંસાધનનું વિશ્વ ઇચ્છીએ છીએ. પ્રયોગશીલતા અને જોખમ ખેડવાની ક્ષમતા એ જ સફળતાનો માર્ગ છે.’