લક્ષદ્વીપ : મોદીએ ગૃહપ્રધાન ચિદમ્બરમને ફોન કરતાં કટોકટી ઉકેલાઈ ગઈ

31 October, 2011 04:30 PM IST  | 

લક્ષદ્વીપ : મોદીએ ગૃહપ્રધાન ચિદમ્બરમને ફોન કરતાં કટોકટી ઉકેલાઈ ગઈ

 

લક્ષદ્વીપનું વડું મથક ધરાવતા કાવારટીમાંથી આ ગ્રુપ કાલ્પેની ગયું હતું. તેઓ બોટમાં બેસીને પૅસેન્જર વેસલ એમ. વી. કાવારટ્ટીમાં ચડવા જતા હતા ત્યારે ૩૦૦ સ્થાનિક લોકોએ તેમની પાસે યોગ્ય ટિકિટ નથી એમ કહીને તેમને અટકાવ્યા હતા. ગ્રુપના એક જણે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને વાકેફ કરતાં મોદીએ કેન્દ્રના ગૃહપ્રધાન અને લક્ષદ્વીપના સ્થાનિક વહીવટકર્તાને ફોન કરીને કટોકટી ઉકેલવાની કોશિશ કરી હતી. શનિવારે રાત્રે સાડાદસ વાગ્યે સ્થાનિક લોકોને હટાવવાના હુકમો બહાર પાડવામાં આવ્યા હતા. ક્રાઉડને ૨.૨૦ વાગ્યે વિખેરી નાખવામાં આવ્યું હતું. પૅસેન્જરોને પોલીસરક્ષણ હેઠળ શિપમાં લઈ જવામાં આવ્યા હતા. કોચીના ર્પોટ ઑફિસર હુસેને કહ્યું હતું કે બધા પૅસેન્જરો પાસે વેલિડ ટિકિટ હતી. આ જહાજ પૅસેન્જરોને આજે કોચી લઈ જશે.

ટૂરિસ્ટો શું કહે છે?

ગાંધીનગરના ગુજરાતી ટૂરિસ્ટ કિરણ વ્યાસે કહ્યું હતું કે ‘હું મારી ફૅમિલી સાથે લક્ષદ્વીપ આવ્યોે હતો. કાલ્પેનીમાં સાઇટસીઇંગ કર્યા બાદ અમે પરોઢિયે સાડાપાંચ વાગ્યે પાછા આવવાના હતા, પરંતુ અમને અટકાવવામાં આવ્યા હતા.’

બીજા એક ટૂરિસ્ટ મીનલ દવેએ કહ્યું હતું કે ‘અમે પાંચ દિવસના પૅકેજ માટે એક વ્યક્તિદીઠ ૨૦,૦૦૦ રૂપિયા ભર્યા હતા. કાલ્પેનીમાં કોઈ અકોમોડેશન નહોતું અને અમે ટૂરિસ્ટ હટમાં રઝળી પડ્યા હતા. આ હટમાં રૂમ પણ નહોતી. અમારી પાસે રાત્રે રહેવાની પરવાનગી નહોતી.