શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? સાંસદની હાજરીમાં માતાજીના માંડવામાં ધુણ્યા MLA

17 April, 2019 02:13 PM IST  |  રાજકોટ

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? સાંસદની હાજરીમાં માતાજીના માંડવામાં ધુણ્યા MLA

રાજકોટ પૂર્વના ધારાસભ્ય ધુણ્યા

રાજકોટ પૂર્વથી ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાની જાતને જ સાંકળથી મારી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. વીડિયો રાજકોટના ગ્રામ્ય વિસ્તારનો છે. જ્યાં રાજકોટથી સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે અરવિંદ રૈયાણી પ્રચાર માટે પહોંચ્યા હતા. રૈયાણી અહીં માતાજીના માંડવામાં લોકો સાથે બેઠા અને પોતાની જાતને સાંકળથી કોરડા મારવા મંડ્યા. રૈયાણીનું આ વર્તન અંધશ્રદ્ધાના કારણે ચર્ચાનો વિષય બન્યું છે.

ભાજપના સહકારી આગેવાન ધુણ્યા
અરવિંદ રૈયાણી બાદ ભાજપના સહકારી આગેવાન બાબુભાઈ નસિત પણ માતાજીના માંડવામાં સાંકળ મારી ધુણતા નજર આવ્યા હતા. જેનો પણ વીડિયો સામે આવ્યો છે. આ ઘટના લોઠડા ગામનો છે, જ્યાં પણ માતાજીનો માંડવો જ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટમાં ફરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ઝડપાયું 22 લાખનું ડ્રગ્સ

શ્રદ્ધાં કે અંધશ્રદ્ધા?
જેમ-જેમ ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ મતદારોને રિઝવવા માટે પાર્ટીઓ અનેક પ્રયાસો કરે છે. હવે તો પ્રચાર માટે ધાર્મિક કાર્યક્રમોમાં પણ નેતાઓ જઈ રહ્યા છે. સવાલ એ છે કે આ શ્રદ્ધા છે કે પછી અંધશ્રદ્ધા? નેતાઓ આવું કરે તો લોકોમાં શું સંદેશો જાય?

rajkot gujarat Loksabha 2019