વીકેન્ડમાં ન નીકળતા બહાર, ગુજરાતમાં આપવામાં આવ્યું રેડ એલર્ટ

24 April, 2019 07:27 PM IST  |  અમદાવાદ

વીકેન્ડમાં ન નીકળતા બહાર, ગુજરાતમાં આપવામાં આવ્યું રેડ એલર્ટ

26 એપ્રિલથી ગુજરાતમાં રેડ એલર્ટ

ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. અને હજુ પણ તેમાં વધારો થવાનો છે. કારણ કે હવામાન વિભાગે આ અઠવાડિયાના અંતમાં રેડ એલર્ટ આપ્યું છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. અને આગામી 26મી એપ્રિલથી 3 દિવસ માટે ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે લોકોએ કામ વગર ઘરમાંથી બહાર પણ ન નીકળવાની સલાહ હવામાન વિભાગે આપી છે.

ગુજરાત પર ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફુંકાઈ રહ્યા છે. સાથે સાથે બંગાળીની ખાડીનું એક વાવાઝોડું ગુજરાત પર આવી રહેલા પવનોમાંથી ભેજ ખેંચી રહ્યું છે. જેના કારણે રાજ્ય પર ગરમ અને સુકા પવનો ફુંકાઈ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં 26, 27 અને 28 એપ્રિલ સુધી ગરમીનું પ્રમાણ વધુ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ હજુ વધુ ગરમી સહન કરવા રહેજો તૈયાર, આકરો થશે ઉનાળો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. અને હવે આ ઉનાળો વધુ આકરો થવાની શક્યતા છે. જેથી લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.