જૂનાગઢ પરિક્રમાના પહેલા દિવસે ૪૦ મોબાઇલ તફડાવ્યા આ મહિલાએ

05 November, 2014 06:06 AM IST  | 

જૂનાગઢ પરિક્રમાના પહેલા દિવસે ૪૦ મોબાઇલ તફડાવ્યા આ મહિલાએ




જૂનાગઢ-રાજકોટ એસટીની બસમાંથી ગઈ કાલે ગોંડલ બસ-સ્ટેન્ડ પરથી પકડાયેલી મીના સોલંકીના સામાનમાં રહેલી એક થેલીની તપાસ કરતાં પોલીસને એમાંથી ચાલીસ મોબાઇલ મળ્યા હતા. પોલીસની પૂછપરછમાં મીનાએ કબૂલ કર્યું હતું કે એ મોબાઇલ તેણે ગિરનારમાં ચાલતી લીલી પરિક્રમા દરમ્યાન પહેલા દિવસે જ ર્ચોયા હતા. એક જ દિવસમાં ચાલીસ મોબાઇલ ચોરનારી મીનાએ એ પણ કબૂલ કર્યું હતું કે અત્યારે પણ પરિક્રમામાં તેની દીકરી, બહેન, બા અને દેરાણી લીલી પરિક્રમામાં મોબાઇલ ચોરવાનું કામ કરી રહ્યાં છે. મીના અને તેનું આખું ખાનદાન મેળા અને એવા ધાર્મિક મેળાવડા જ્યાં હજારો ભાવિકો એકત્રિત થવાના હોય ત્યાં મોબાઇલ ચોરવાનું કામ છેલ્લાં ત્રણ વર્ષથી કરે છે. મીનાની પૂછપરછ દરમ્યાન તેણે કબૂલ કર્યું હતું કે એ લોકોએ અત્યાર સુધીમાં પાંચ હજાર મોબાઇલ ર્ચોયા છે.

લાખો લોકો જ્યારે પરિક્રમામાં આવ્યા હોય ત્યારે મીનાના ખાનદાનની બીજી પેલી ચોર મહિલાઓને પકડવા માટે ગોંડલ પોલીસ મીનાને લઈને જૂનાગઢની પરિક્રમામાં ગઈ છે. મીનાના કારણે હવે એ પોલીસને પણ પરિક્રમા થઈ જશે.

પુરુષો સાથે ભટકાવ

મીના અને એની મંડળીએ ક્યારેય કોઈ મહિલાનો મોબાઇલ ચોરવાની હિંમત નથી કરી. મીનાએ કહ્યું હતું કે પુરુષોની સાથે ભટકાયા પછી તેનું ધ્યાન કાં તો શરીર પર હોય અને જો પુરુષ સારો હોય તો પોતાની ભૂલ ન હોય તો પણ માફી માગીને આગળ નીકળી જાય એટલે તેનો મોબાઇલ કાઢી લીધો હોય તો પણ તેને ખબર નથી હોતી.