મૅડમ સોનિયા અને મોદી મારાં કૉપીકૅટ

10 December, 2012 05:29 AM IST  | 

મૅડમ સોનિયા અને મોદી મારાં કૉપીકૅટ




ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે ગુજરાત આવેલા બીએસપીનાં ચૅરપર્સન અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધીને નકલખોર ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે આ બન્ને નેતાઓએ તેમની યોજનાની સીધી ઉઠાંતરી કરીને બીજેપી અને કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોમાં ગોઠવી દીધી છે.

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનની ૪૭ બેઠક પરથી બીએસપીએ પોતાના ઉમેદવારને ટિકિટ આપી છે. આ ઉમેદવારો માટે પ્રચારમાં આવેલાં માયાવતીએ ગઈ કાલે રાજકોટના શાjાી મેદાનમાં જાહેર સભા સંબોધી હતી. માયાવતીએ કહ્યું હતું કે ‘ગુજરાત સરકારે પચાસ લાખ મકાન બનાવવાનો વાયદો કર્યો છે, કૉન્ગ્રેસે મહિલાઓને ઘરનું ઘર આપવાનું પ્રૉમિસ કર્યું છે. સાચી હકીકત એ છે કે ગરીબ અને મહિલાઓને ઘર આપવાનો આઇડિયા મારો હતો. ઉત્તર પ્રદેશના વિધાનસભા ઇલેક્શનમાં બીએસપીએ ઑલરેડી આ મુદ્દો પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કર્યો હતો. એ સમયે લોકોનો પ્રતિભાવ જોઈને મોદી અને સોનિયા ગાંધીએ સીધી આ આઇડિયાની ઉઠાંતરી કરી છે.’

શુક્રવારે કૉન્ગ્રેસે ગુજરાતમાં ‘ઘરનું ઘર’ યોજનાનું સૅમ્પલ હાઉસ પણ જાહેરમાં મૂક્યું હતું. માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે આ સૅમ્પલ હાઉસનું મૉડલ પણ કૉન્ગ્રેસે તેના મૉડલ પરથી બનાવ્યું છે અને બુદ્ધિનો ઉપયોગ કરવાની દરકાર પણ કરી નથી.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતાં માયાવતીએ કહ્યું હતું કે ‘ગુજરાતની સરકાર ઉદ્યોગપતિને વેચાઈ ગઈ છે. આ રાજ્યના ઉદ્યોગપતિ પૈસાવાળા થાય છે અને તેમને પૈસાદાર કરવાની સોપારી નરેન્દ્ર મોદીએ લીધી છે.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી,  બસપા = બહુજન સમાજ પાર્ટી