લોકરક્ષક દળ પેપર લીકના માસ્ટર માઈન્ડની દિલ્હીથી ધરપકડ

07 April, 2019 06:31 PM IST  |  અમદાવાદ

લોકરક્ષક દળ પેપર લીકના માસ્ટર માઈન્ડની દિલ્હીથી ધરપકડ

લોકરક્ષક દળ પેપર લીકનો મુખ્ય આરોપી વિરેન્દ્ર શાહ

ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આખરે લોકરક્ષક દળની પરીક્ષાના પેપરને લીક કરનાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. ATS અને ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને માસ્ટર માઈન્ડ અને પેપર લીક કરનાર ગેંગના લીડર વિરેન્દ્ર માથુરને દિલ્હીથી ઝડપી પાડ્યો. વેઈટ લિફ્ટિંગનો શોખીન માથુર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુક્યો છે. તેના હાથ નીચે અને વેઈટ લિફ્ટર્સ પણ તૈયાર થયા છે.

વિરેન્દ્રએ બદલ્યો હતો વેશ
પોલીસથી બચવા માટે વિરેન્દ્રએ પોતાનો લૂક પણ બદલી નાખ્યો હતો. તેણે ચશ્મા પહેર્યા હતા અને વ્હાઈટ દાઢી રાખી હતી. જો કે તે લાંબા સમય સુધી પોલીસને છુપાઈ ન શક્યો અને આખરે ઝડપાઈ ગયો.

પૂછપરછમાં મહત્વના ખુલાસા
વિરેન્દ્રની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓ વિનય અને વિનોદે વિરેન્દ્રને પરીક્ષાના બે દિવસ પહેલા સોલ્વ કરેલા પ્રશ્નપત્રો આપ્યા હતા. જેના બદલામાં વિરેન્દ્રએ તેમને એક કરોડ રૂપિયા આપવાના હતા. વિરેન્દ્રએ વિનોદને પેપર મેળવી આપવા માટે એડવાન્સમાં પૈસા પણ આપ્યો છે.

આ પણ વાંચોઃ

અનેક રાજ્યોમાં પેપર કર્યા છે લીક
વિરેન્દ્ર માથુર માત્ર ગુજરાત જ નહીં, બીજા રાજ્યોમાં પણ પેપર લીક કરી ચુક્યો છે. આ મામલે મુખ્ય આરોપી સહિત 15થી વધુની ધરપકડ થઈ છે. જેમની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. ગુજરાતમાં ડિસેમ્બર 2018માં લોકરક્ષક દળની પરીક્ષા થવાની હતી, જેના પેપર લીક થતા પરીક્ષા રદ્દ થઈ હતી અને લાખો વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.